વલસાડ જિલ્લા માં જાહેર માર્ગ ઉપર યૂટ્યૂબ ચેનલ ના જાતેજ પત્રકારો બની ગાડી લઈ હરતીફરતી ચીટર ગેંગ પોલીસ ને હાથ લાગી ગઈ હતી.
ખરેખર યૂટ્યૂબ ચેનલ મફત માં કોઈપણ પોતાના મોબાઈલ માં કરી શકે છે જેને પ્રેસ ના કોઈ નિયમો લાગતા નથી અને તે માન્ય પત્રકાર ગણાતા નથી જેથી પોલીસે આવા બોગસ પત્રકારો ને દબોચી લઈ ખિસ્સા કાપવાના ગોરખધંધા નો પર્દાફાશ કર્યો હતો.
એસઓજી પીઆઇ વી.બી.બારડ અને તેમની ટીમ મંગળવારે ભીલાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન અહેકો પ્રવીણકુમાર યાદવ અને પોકો સહદેવસિંહ રાઠોડ તથા પોકો કુલદિપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ભીલાડ નરોલી ચેકપોસ્ટ પાસે ઝાયલો કારનં.જીજે-05-સીપી-9445 માં જઇ રહેલા પાંચ ઈસમો ઝડપી લીધા હતા જેઓ ની પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યું હતું કે, થોડા દિવસ અગાઉ ડુંગરા પોલીસ હદ વિસ્તારમાંથી તેમણે એક યુવકને કારમાં લિફ્ટ આપી તેના ખિસ્સામાંથી રૂ.1.20 લાખ કાઢી ભાગી છૂટ્યા હતા.
આરોપી ચાલક હાસીમ શબ્બીર સૈયદ, ફિરોઝ યાસીન શેખ ઉ.વ.35 , સમદ ઉર્ફે ઇમરાન યુસુફ શેખ ઉ.વ.35, જહુર સરદાર ખાન ઉ.વ.35 અને મોહસીનહુસેન હુસેનમહમદ ઉ.વ.32 તમામ રહે. સુરત તમામ ની ધરપકડ કરી ઝાયલો કાર કિં.રૂ. 5 લાખ સાથે પકડી પાડી રોકડા રૂ.21,500 તથા 4 મોબાઇલ કિં.રૂ.21,000 મળી કુલ રૂ.5,42,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આરોપીઓ નેશનલ હાઇવે ઉપર ઝાયલો કાર લઇને નીકળતા અને રસ્તે ઉભેલા રાહદારીઓને ગાડીમાં લિફટ આપી વચ્ચેની સીટમાં બેસાડી વાતોમાં ભોળવી રાખી ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેતા અને ત્યારબાદ અધ્ધ વચ્ચે ઉતારીને નાસી જતા હતા. પોલીસે આરોપીઓને પકડતા યુટ્યુબ ચેનલના આઇકાર્ડ બતાવી ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો જોકે, પોલીસે તમામ ની ધરપકડ કરી લૂંટારાઓ ને એરેસ્ટ કર્યા હતા.
