રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આગામી તા.1 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે.
આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં ફરી આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે. વલસાડ,નવસારી,સુરતમાં ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાના બનાવો બન્યા છે.