હાલ કોરોના ની મહામારી માં ફસાયેલા લોકો ને લોકડાઉન માં લૂંટનારા વેપારીઓને તે જનતા ની લૂંટ ની રકમ સરકાર ને દંડ ના રૂપ માં આપી દેવી પડી હતી વિગતો મુજબ વલસાડ સહિત નવસારી,ડાંગ જિલ્લામાં લોકડાઉનના દોઢ માસ દરમિયાન એમઆરપી કરતાં વધુ ભાવો વસુલતા અનાજ, કરિયાણા, દૂધના 157 દૂકાનદાર સામે દંડનીય કાર્યવાહી કરાતા ભારે ફફડાટ ફેલાયો હતો. કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં કુલ 2.50 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી કચેરી દ્વારા માર્ચ અને એપ્રિલ માસમાં લોકડાઉન દરમિયાન વધુ ભાવો લેનારા સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કર્યા બાદ સબંધિત વિભાગ ના અધિકારીઓ એ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતુું. જેમાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનાજ, કરિયાણા, મેડિકલ સ્ટોર, ડેરી વગેરે જગ્યા એ એમઆરપી કરતા વધુ ભાવ વસુલતા 157 દૂકાનદારો ને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કુલ રૂ.2.50 લાખનો દંડ વસુલ કરાયો હતો.
