વલસાડ માં ભાજપ વિરુદ્ધ જનારા કાર્યકરો સામે પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરી ત્રણ વર્ષ માટે પાર્ટી માંથી હાંકી કઢાતા રાજકારણ માં સોપો પડી ગયો છે.
સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી માં પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ અન્ય પાર્ટી માંથી કે અપક્ષ ઉમેદવારી કરતા કાર્યકરો સામે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી અને આગામી ત્રણ વર્ષ માટે ભાજપ ના સભ્યપદે થી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યકરો ને સસ્પેન્ડ કરાયા છે તેમાં ધરમપુર તાલુકા ના 3 સભ્યો ,પારડી તાલુકા ના 3 સભ્યો ,કપરાડા તાલુકા ના 2 સભ્યો અને ઉમરગામ તાલુકા ના 6 સભ્યો નો સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૧ દરમ્યાન પક્ષના આદેશ વિરુધ્ધ જઈ અન્ય પક્ષ કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અને પક્ષવિરોધી પ્રવૃત્તિ માં સામેલ સભ્યો ની પ્રવૃત્તિ સામે ગંભીર નોંધ લઇ તાત્કાલિક અસરથી પક્ષના તમામ સભ્યપદ ની જવાબદારી માંથી આગામી ત્રણ વર્ષ માટે બરતરફ કરી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ માંથી ટિકિટ નહિ મળતા કેટલાક કાર્યકરો માં નારાજગી જોવા મળી હતી અને કેટલાકે અપક્ષ માં ઝંપલાવતા વલસાડ પંથક માં ભારે ચર્ચા ઉઠવા પામી છે ત્યારે આ અંગે ભાજપે નોંધ લઈ આવા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરાતા વલસાડ જિલ્લા માં ભારે ચકચાર મચી છે.
જે કાર્યકરો ને સસ્પેન્ડ કરાયા છે તેમાં ધરમપુર તાલુકા માં વિષ્ણુભાઈ લાહનુ ભાઈ ગાયકવાડ, નરસું ભાઈ કોહલું ભાઈ કુરકુટિયા,ધીરુભાઈ ઇકલ ભાઈ ગાવીત, જ્યારે પારડી તાલુકા માં બળવંત ભાઈ બાબુભાઇ પટેલ,જીતેન્દ્ર કાંતિલાલ રાઠોડ અને સુરેશભાઇ લલ્લુભાઈ પરમાર તથા કપરાડા તાલુકા માં લક્ષ્મણ ભાઇ બાપુભાઈ જનાથીયા અને ભીમજી ભાઈ રૂપા ભાઈ મોર તેમજ ઉમરગામ તાલુકા માં પુષ્પાબેન મરોલીકર,રાજેશ ભાઈ માંહ્યવંશી,આશિષ ભાઈ તન્ના ,નિતેષ ભાઈ મસોલિયા,હર્ષદ રાઠોડ અને કવિતા બેન પટેલ નો સમાવેશ થાય છે.
