હાલ કોરોના અને લોકડાઉંન સ્થિતિ માં લોકો ની આવક બંધ થઇ જતા ગામડાઓ માં ખેતી અને મજૂરી ઉપર નભતા પરિવારો લાઈટ બિલ ભરી નહીં શકે તેવી સ્થિતિ ઉભી થતા દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી પર વનવાસીઓ અને ગ્રામ્ય વિસ્તારોના વિજ ગ્રાહકોના બિલ માફ કરવા આમ આદમી પાર્ટીએ સીએમને રજૂઆત કરી છે. વલસાડ ડાંગ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ મનિષ મારકણા અને પ્રભારીગોવિંદ પટેલે સીએમને ઉદ્દેશીને રજૂ કરેલા આવેદનમાં જણાવ્યા મુજબ રાજ્યના ટ્રાયબલ વિસ્તારોમાં ખેતીના કામો લોકડાઉનના કારણે બંધ થવા સાથે રોજી રોટી રળતા મજૂરોની કમાણી પણ બંધ થઇ જતાં પરિવારનું ભરણપોષણ મુશ્કેલ બન્યું છે.રોટલો મેળવવાના વાંધા હોય ત્યાં બીજા ખર્ચ કેવી રીતે પોષાય તે સવાલ ઉભો થયો છે.આ સંજોગોમાં લોકડાઉનમાં લાઇટ બિલ નહિ ભરી શકવાના કારણે મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે આગમી 6 માસ માટે વિજબિલ માફ કરવા માગ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કેટલાક શહેરી વિસ્તારોમાં બંધ રહેણાક મકાનો ,દુકાનો અને ઉદ્યોગોને એવરેજ બીલમાંથી મુક્તિ આપી છે ત્યારે આ બાબતે પણ ઘટતું કરવામાં આવે તેવી માંગ કરી છે
