–પારડી ચંદ્રપુર પારનદી પાસે લોક કરેલી કારમાં મળી આવી સિંગરની લાશ :સિંગર ગૂમ થવા અંગે વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ
—DYSP, પારડીના પીઆઈ મયુર પટેલ, વલસાડ એલસીબી નાં પીએસઆઈ કે એમ બેરિયા, અને વલસાડ સિટી પીઆઈ ડી એમ ઢોલ સ્થળ ઉપર દોડી ગયા
પ્રતિનિધિ પારડી
પારડી ચંદ્રપુર પારનદી પાસે એક સૂમસામ માર્ગ પર વલસાડના ગુમસુદા મહિલા સિંગર એવા વૈશાલી બલસારાની કાર માં રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
ઘટના ની જાણ પારડી પોલીસ અને LCB પોલીસ ને થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે. મારુતિ બલેનો કાર નંબર જી જે 15 સીજી 4226 માં વલસાડના નામાંકીત મહિલા સિંગરની લાશ મળી આવી છે, કાર લોક મારેલી હાલતમાં હતું. પોલીસે કાફલો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે, પોલીસે કાર નું લોક તોડી લાશ બહાર કાઢી મૃતકના પરિવાર ને જાણ કરી હતી મળી આવેલ બલેનો કાર હત્યા થયેલ પરણિતા એક નામાંકીત સિંગર વલસાડના વૈશાલી બલસારા નાં નામ હોવાનું કાર નાં નંબર પર થી માહિતી પ્રાપ્ત થઈ હતી.
હાલ તો પરણિતા ની હત્યા કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પરણિત મહિલા વૈશાલી હિતેશભાઈ બલસારા અંગે વલસાડ સિટી પોલીસ મથક માં મહિલા ગુમ થયા ની જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હતી.
મૂતક નાં પતિ પણ એક ઓરકેસટ્રા માં ગિટાર વગાડે છે અને તેઓ પણ કલાકાર હોવાની માહિતી મળી છે. ઘટના અંગે વલસાડ નાં DYSP, પારડીના પીઆઈ મયુર પટેલ, વલસાડ એલસીબી નાં પીએસઆઈ કે એમ બેરિયા, અને વલસાડ સિટી પીઆઈ ડી એમ ઢોલ વગેરે પોલીસની ટીમ પારડી આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે પારડી પોલીસે હાલતો મહિલા નાં મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.