રાજ્યમાં પાંચ દીવસ વરસાદ પડવાની થયેલી આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા અને સતત દોઢ કલાક સુધી વરસાદ પડતા ખેતરો અને રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.
કપરાડા તાલુકામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.
કપરાડાના વાવર, કાસતવેરી, બારપૂડા, હુડા, કેલધા, ટોકરપાડા, રાજબારી, કોટલગામ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે કરા સાથે વરસાદ વરસ્યો હતો. સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ ચાલુ રહેતા સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકોલોનીક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.