વલસાડ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે કોસંબા માછીવાડમાં વહેલી સવારે એક મકાન ઉપર મહાકાય ઝાડ તૂટી પડતાં મકાનની દિવાલ તૂટી પડતા કાટમાળ હેઠળ દબાઈ જતા વૃદ્ધ મહિલાનું ગંભીર ઇજાના પગલે કરૂણ મોત થયું હતું.
વલસાડના કોસંબા ગામે મહાદેવ સ્ટ્રીટમાં મકાનના પાછળ ચરમલાનું તોતિંગ વૃક્ષ તૂટી પડતા આ ઘટના બની હતી જેમાં 87 વર્ષીય વૃધ્ધા પાલીબેનને માથા,છાતી અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓને તુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં આઇસીયુમાં દાખલ કરાયા હતા,જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધાનો મોત થયું હતું.પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.