વલસાડના પારડીની પરિણીતા દોઢ વર્ષીય પુત્ર સાથે ગુમ થઈ જતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી છે,પારડી તાલુકાના વલસાડી ઝાપા પાસે કુંભારવાડમાં જુની ધરમશાળાની પાછળ રહેતા અને રસોઈકામ કરતા ૬૨ વર્ષીય પરાગભાઈ શિવશંકર પુરોહિતની ૩૦ વર્ષીય દીકરી અરૂણાબેન જિતેન્દ્રભાઈ પુરોહિત તા. ૨૫ જૂન ૨૦૨૩ના રોજ બપોરે ૧૨ કલાકે દોઢ વર્ષીય પુત્ર રિવાંશને ચીકુ માર્કેટમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવાનો છે અને બજારમાંથી તેના માટે કપડા લેવાના છે એમ કહી ઘરેથી રૂ. ૧ હજાર લઈ નીકળી હતી. જે પરત ન ફરતા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.
જેથી તેના પિતાએ પારડી પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર અરૂણા ગૌર વર્ણ, ઉંચાઈ ૫ ફૂટ ૨ ઈંચ અને પાતળો બાંધો ધરાવે છે. જેણે કોફી કલરની ચુડીદાર કુર્તિ પહેરી હતી. જે ગુજરાતી, હિન્દી અને મારવાડી ભાષા જાણે છે. દોઢ વર્ષીય પુત્ર રિવાંશ ગૌર વર્ણ અને મજબૂત બાંધો ધરાવે છે. જેણે શરીરે ભૂરા કલરની બનિયાન અને લાલ કલરની ચડ્ડી પહેરી હતી. જે કોઈને પણ તેમની ભાળ મળે તો પારડી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.