વલસાડ જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને પાણી ભરાતા રોડ તૂટવાની ઘટના સામે આવી છે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકારના દશ્યો સર્જાયા હતા અને જનજીવન ખોરવાયુ હતું અને
રોડ ઉપર પણ ઠેર ઠેર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.
વલસાડના ડુંગરી નજીક રોલા ગામે હાઇવે પર આવેલી મિછોલી ખાડીના નાના બ્રિજ ઉપર નીચેની તરફ ઉતરતા જ હાઇવેના વચ્ચેના ભાગે મોટું ગાબડું પડી જતાં અકસ્માતની ભીતિ ઉભી થતાં હાઇવે તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.તાત્કાલિક તંત્ર દ્વારા કામદારો અને કર્મચારીઓની ટીમેે મરામતની કામગીરી હાથ ધરી હતી.
ડુંગરી પોલીસે એક તરફનો ટ્રેક બંધ કરી વાહનવ્યવહાર નિયમનની કાર્યવાહી શરૂ કરી હતી.
ખાડીના પુલ પર પડેલા ગાબડાનાં કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.