વલસાડ તા. ૧૭ જુલાઈ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા) તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડની કચેરી દ્વારા તા. ૧૭ જુલાઈના રોજ સોમવારે ઈન્ટરનેશનલ જસ્ટીસ ડે ની ઉજવણીના ભાગરૂપે વલસાડની શાહ કે.એમ.લો કોલેજ ખાતે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ શિબિરમાં વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ નિકુંજ એમ.દેસાઈ, એડવોકેટ પ્રતાપ બી.પુજારી વકતા તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ જસ્ટીસ ડે અંગે જાણકારી આપી હતી. આ સિવાય આંતરરાષ્ટ્રીય કાયદો તેમજ ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ અને તેના કાર્યો વિશે વિગતવારની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં શાહ કે.એમ.લો કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ નિકેતાબેન રાવલ અને પ્રોફેસર દિલીપ એમ કાથડની ટીમ તથા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.