વલસાડના ડુંગરી ગામમાં વેફર બનાવતી એક કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કેમિકલવાળુ પાણી નહેરમાં છોડવામાં આવતા આ પાણી હવે સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.
ખેડૂતોનો આક્ષેપ છે કે વેફર કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડ્યું છે. જે અંગે ખેડૂતોએ સ્થાનિક તંત્ર અને GPCBને જાણ કરી કેમિકલયુક્ત પાણી છોડતી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને GPCBને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે.
કંપની દ્વારા વારંવાર આ રીતે પ્રોસેસ કર્યા વગરજ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને અગાઉ પણ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતો ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ કંપની દ્વારા પાણી છોડવાનુ બંધ થતું નથી.
કંપનીને ક્લોઝર નોટિસ પણ અપાઈ હોવાની પણ સામે આવ્યું છે છતા કંપની દ્વારા નહેરમાં પ્રોસેસ કર્યા વિનાનું પાણી જ છોડવામાં આવતા ખાડી કિનારે આવેલી આંબાવાડીઓ તેમજ પાક ને ભારે નુકસાન પહોંચે છે. કેમિકલયુક્ત પાણી છોડતી કંપની સામે કાયદેસર કાર્યવાહી કરીને પ્રદુષિત પાણી ખાડીમાં આવતું બંધ કરવા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.