વલસાડમાં હાલ વરસાદે વિરામ લીધો છે પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ બેકાઢે અને ભયજનક સપાટીએ વહી રહી હોય તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારમાં રહતા લોકોએ એલર્ટ કરાયા છે.
વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક દમંગાગંગા સહિતની તમામ નદીઓ ભય નજન સપાટી નજીક પહોંચતા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લાના નદીના તટ વિસ્તારમાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને સતત નદીના જળ સ્થર વિશે માહિતીઓ મેળવી રહ્યા છે અને નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
મહત્વનું છે કે મધુબન ડેમના ચેમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતા ડેમનું લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 2 મીટર હાઈટ ઉપર ખોલી 76,224 ક્યુસેટ પાણી છોડવામાં આવી રહ્યું હોય નદીઓ બે કાંઠે વહી રહી છે.