રાજ્યમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે વલસાડ પથંકમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીમાં લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો જોકે,પહેલા વરસાદે જ લાઈટના ધાંધિયા થતા લોકોએ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
રાત્રી દરમ્યાન વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ જતા શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો.
વલસાડમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી.
જોકે, અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ જતા લોકો અટવાયા હતા અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
