વલસાડ જિલ્લામાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાવા સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓના કેસનો આંક 12 થયો છે.
વિગતો મુજબ વલસાડ તાલુકામાંથી 4 અને ઉમરગામ તાલુકામાંથી 1 મળી કોરોનાના 5 કેસ સામે આવતા તંત્ર સાબધુ બન્યુ છે.
હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત દર્દીઓના વિસ્તારમાં લક્ષણો ધરાવતા લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી છે.
આમ,ફરી એકવાર વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનું શરૂ થતાં તંત્રમાં કોરોનાને ઉગતો જ ડામી દેવા આગોતરા પગલાં ભરવાનું શરૂ થયું છે અને લોકોને માસ્ક સહિતના નિયમો પાળવા અપીલ કરવામાં આવી છે.
