કસ્તુરબા હોસ્પિટલ જાઉં છુ કહી તિથલની સોનમ મિશ્રા ગુમ થઈ ગઈ છે.
વલસાડના તિથલ ગામમાં લશ્કરી રોડ પર મિશ્રા હાઉસમાં રહેતી ૩૨ વર્ષીય સોનમ ધવલ મિશ્રા નામની યુવતી તા. ૫ જૂનના રોજ ૯-૩૦ વાગ્યા પછી ઘરેથી કસ્તુરબા હોસ્પિટલમાં દાંતની સારવાર કરાવવા માટે જાઉ છું એમ કહી નીકળી હતી. જે આજદિન સુધી પરત આવી નથી અને ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ છે.
જે અંગે કમલેશ લાલચંદ મિશ્રા (ઉ.વ. ૫૦ રહે. મિશ્રા હાઉસ, લશ્કરી રોડ, તિથલ)એ વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે શોધખોળ કરી પરંતુ સોનમની કોઈ ભાળ મળી ન હતી. જે મધ્યમ બાંધો, ગોરો વર્ણ અને ૫ ફૂટ ૮ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી અને સમજી શકે છે. જો કોઈને પણ સોનમની ભાળ મળે તો સિટી પોલીસ મથકનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.