વલસાડમાં પાલિકાના મોટા કૌભાંડની વિગતો સામે આવી રહી છે અને સરકારી ખુરશી ઉપર બિરાજમાન થઈ ભેજાબાજોએ સરકારી પ્રોપર્ટી વેચી મારી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે જે રીતે આખી ગેમ રમાઇ તે કોઈ વેબ સીરીઝ થી કમ નથી આ ઠગ ટોળકીએ જે પ્લાન બનાવ્યો તે જોઈ ભલભલા વિચારતા થઈ જાય!
આ બધા હાઈ પ્રોફાઈલ લોકો છે જેઓની પહોંચ ઉપર સુધી હોય છે તેથી આવા ભેજાબાજો વલસાડમાં ફાવી ગયા છે.
વલસાડમાં મોકાની સરકારી જગ્યા વેચવામાં નગરપાલિકાના અધિકારીઓ,કર્મચારીઓ સામેલ છે.
આ આખો ખેલ પ્રોપર્ટી કાર્ડ ઉપર જઈને અટકી જાય છે અને ત્યાંજ કૌભાંડનું મૂળિયું મળી આવે છે.
આ કિંમતી જગ્યાના 1982ના પ્રોપર્ટી કાર્ડમાં જેતે સમયના નપા કબ્જેદાર સીઓ દર્શાવે છે અને માલિક સરકારશ્રી બતાવે છે જે મેટરમાં નપા સહિત સીટી સરવે વગેરે ઇન્વોલ હોવાની ચોંકાવનારી વાત છે.
સીઓ ગયા બાદ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પદાધિકારીઓનો ખેલ શરૂ થયો અને તેઓએ મેળાપીપણામાં બોગસ દસ્તાવેજ બનાવી સિફત પૂર્વક બિલ્ડરને આ જગ્યા વેચી રોકડી કરી લીધી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
ખુબજ ગંભીર આ મામલામાં સરકારી જમીન વેચવામાં નપાના જ જવાબદાર લોકો સામેલ છે અને સરકારે તેઓને આપેલા અધિકારનો મીસપુઝ કરી નગરપાલિકામાંથી બોગસ પરવાનગી પણ આપવામાં આવી અને બોગસ દસ્તાવેજ પણ કરી આપી બિલ્ડરને વેચી મારવામાં આવી ત્યારે આવા મોટા કૌભાંડનો સત્યડે ઉપર પર્દાફાશ થશે જેમાં કેટલાક તબીબો,બિલ્ડર વગેરેની પણ ભૂમિકા ખુલ્લી પાડવામાં આવશે (ક્રમશ:)