વલસાડના બિલ્ડર ભરત માલદે અને તેના સાગરીતોએ મગોદ ગામમાં જઈ વ્યાજ વસૂલાત મુદ્દે દાદાગીરી કરી જેણે ભરત પાસે નાણાં લીધા હતા તેના ફાર્મમાં કબ્જો કરવાની કોશિશ કરી સમાન બહાર કાઢી ધમકી આપી હોવાનો વિડીયો સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે,જોકે આ મામલે ઉચ્ચ સ્તરે મામલો પહોંચતા વાત સમાધાન ઉપર આવી હોવાનું કહેવાય છે પરંતુ તે અંગે હજુ કોઈ ચોક્કસ ફોડ પાડવામાં આવ્યો નથી.
વિગતો મુજબ વલસાડમાં જિમ ચલાવતા મગોદ ગામના ચેતન પટેલના વાયરલ થયેલા વિડીયોમાં તે કહે છે કે ભરત માલદે એ મારી જાણ બહાર મારો સમાન બહાર બહાર કાઢી મૂકી દીધો છે અને જે થાય તે કરી લેવાની ધમકી આપી કહ્યુ હતુ કે તને તારી મિલકત પાછી નહિ મળે જે થાય તે કરી લે.
ચેતન પટેલ વિડીયોમાં બોલતા સંભળાય છે કે તેણે ભરત માલદે પાસેથી તેઓએ અઢી ટકે ત્રણ કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે આપવા રેડી હોવાછતાં ભરત માલદે તેના લુખ્ખાઓ સાથે જેસીબી લઈ સામાન બહાર મૂકી દીધો હોવાનું ચેતન પટેલે વીડિયોમાં જણાવ્યું હતું.
એટલુંજ નહિ બેટ અને સ્ટમ્પ લઈ આવેલા ઈસમોએ દાદાગીરી કરી હતી અને પોતાની પાસે રિવોલ્વર હોવાનું જણાવી ગોળી મારવાની ધમકી આપી હોવાનું વિડીયોમાં જણાવતા ભારે ચકચાર મચી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો સામે સમગ્ર ગુજરાતમાં પોલીસે અભિયાન તેજ બનાવ્યું છે ત્યારે આ
પ્રકરણમાં આગળ શું થશે તે સામે સૌની મીટ મંડાઈ છે.
જોકે,ભરત માલદે વ્યાજના રૂપિયા ફેરવ્યા હોયતો અન્ય લોકો પણ આ રીતે સામે આવવાની શક્યતાઓની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે સેટલમેન્ટની વાતો પણ માર્કેટમાં વહેતી થઈ છે.
એક ચર્ચા મુજબ કોલેજ પાસેની એક જગ્યા મામલે પણ ખાસ્સી ચર્ચા છે જેમાં એક અન્ય જાણીતા બિલ્ડર પણ ભેરવાઈ પડ્યા હોવાની વાતો જોરશોરથી ચાલી રહી છે આ બધા વચ્ચે ભરત ભારે ચર્ચામાં આવ્યો છે.