—ભરત માલદે અગાઉથી જ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પોતાના ધર્મપત્નીનો બર્થડે સેલિબ્રેટ કરવા વિદેશ જવા રવાના થયાની ચર્ચા
વલસાડમાં જિમ ચલાવતા મગોદ ગામના ચેતન પટેલે ભરત માલદે પાસેથી વ્યાજે લીધેલા રૂ.ત્રણ કરોડ અને ત્યારબાદ ચેતન પટેલની મગોદ ખાતેની મિલ્કત ઉપર કબ્જો કરવાની કોશિશ બાદ ચેતન પટેલે વિડીયો વાયરલ કરતા આખી ઘટના જે રીતે બહાર આવી તેમાં વ્યાજવાળું પ્રકરણ ખુબજ ગાજયું અને છેલ્લી સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ રહેતા હવે જે રીતે ચર્ચા છે તે મુજબ ચેતન પટેલ આ મામલે ફરિયાદ કરે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
ઉપરાંત ધરમપુર રોડના બિલ્ડરની કથિત જમીન પણ ભરત માલદેએ લખાવી લેતા હવે આ પ્રકરણમાં સ્વીતાબેન નામના મહિલાની એન્ટ્રી થઈ છે જેઓ પણ ફરિયાદ કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમ,આ પ્રકરણમાં વલસાડમાં આ મુજબની લેટેસ્ટ ચર્ચાઓ ચાલી રહી છે.
જોકે,જેઓ સામે આક્ષેપો થયા છે તે ભરત માલદે વિદેશ જવા રવાના થયા છે, જે રીતે વાત સામે આવી રહી છે તેમાં ભરત માલદેનો વિદેશ જવાનો કાર્યક્રમ અગાઉથી જ ફિક્સ હતો તેઓ પોતાના ધર્મપત્નીના બર્થડે સેલિબ્રેટ કરવા વિદેશ જવાનું નક્કી હતું અને તે મુજબ અગાઉથી જ ટીકીટ બુક કરાવી હોવાની વાત સામે આવી છે, મતલબ કે આ બબાલ ઉભી થતાં તેઓ ડરીને ભાગી છૂટ્યા હોય તેવું નથી પણ જવાનું અગાઉથી જ નક્કી હતું અને ગયા છે.
આમ,ચેતન પટેલ હવે આ પ્રકરણમાં આગળ શું કરે છે તેતો સમયજ બતાવશે.
બીજી તરફ રાજ્યમાં દોઢ ટકાથી શરૂ કરીને 30થી 32 ટકા જેટલું વ્યાજ (Interest) લેવા સામે હવે પોલીસ (Police) એક્શન લઈ રહી છે ત્યારે વલસાડમાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.