દેશમાં વધી રહેલા ધર્માતરણના બનાવો વચ્ચે આવા બનાવો રોકવા ભાજપ દ્વારા જાગૃતિ કાર્યક્રમો રાખવામાં આવી રહયા છે, ત્યારે વલસાડમાં શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા ભાજપ દ્વારા વલસાડની વિદ્યાર્થીનીઓની જાગૃતિ માટે ધ કેરલ સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી.
વલસાડ શહેરની વિદ્યાર્થીનીઓને કે જેઓ સ્ટડી કે નોકરી માટે સ્થાનિક તેમજ બહારના વિસ્તારમાં જાય ત્યારે કોઈ વિધર્મીનો શિકાર ન બને તે માટે જાગૃત કરવાનો ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે જિલ્લાની તેમજ રાજ્યની અલગ અલગ કોલેજની હોસ્ટેલોમાં અભ્યાસ કરવા જતી હોય છે આવા સમયે કેટલાક વિધર્મીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને ગેરમાર્ગે દોરી જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ માટે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ કેળવાય તે માટે ધ કેરલ સ્ટોરી ફિલ્મ બતાવવમાં આવી હતી. ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ અને વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જિલ્લા બહાર અભ્યાસ કરવા હતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સીનેપાર્ક મલ્ટી પ્લેક્સમાં 560 જેટલી વિદ્યાર્થીનીઓ માટે ફિલ્મ બતાવવામાં આવી હતી હજુપણ શો માટે વધુ નામ નોંધાવવામાં આવી રહ્યા છે જેઓને ફિલ્મ બતાવવામાં આવશે.