વલસાડમાં બહુ ચર્ચિત સરકારી જમીન વેચી મારવાના પ્રકરણમાં આખરે ફરિયાદ થઈ છે.
સત્યડેના માલિક અને તંત્રી ગુલઝાર ખાન દ્વારા જિલ્લા કલેકટરને આ લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને જમીનની કાયદાકીય તપાસ કરી આ જમીન સરકારશ્રીની હોય સુઓમોટો દાખલ કરી અને સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત થઈ છે.
વલસાડ શહેર માં મધ્યમાં આવેલ લોટસ હોસ્પિટલની બાજુમાં સી. ટી. સર્વે નંબર – ૧૭૭૨ વાળી સરકારી
જમીનનો વેચાણ અંગેનો દસ્તાવેજ કાયદા વિરુદ્ધ હોય આ જમીન પર થઈ રહેલા બાંધકામને અટકાવવા જણાવાયુ છે.
આ સરકારી જમીન ઉપર બાંધકામની મંજુરી અપાયેલ છે જે કાયદા વિરુદ્ધ છે કેમકે આ જમીન સરકારી છે જે ભુતકાળમાં નગરપાલિકા વલસાડ તથા અન્યો દવારા આ સરકારી જમીનનો ખોટા દસ્તાવેજો કરેલ છે અને ત્યાર બાદ ખાનગી વ્યક્તિ ને દસ્તાવેજો કરી આપેલ છે આ જમીન પર હાલ કોમર્શીયલ બાંધકામ ડો.
કલ્પેશ જોષી દ્વારા થઈ રહેલ છે. તે તાત્કાલિક અટકાવવા વિનંતી છે અને આ જમીનની કાયદાકીય તપાસ કરી આ જમીન સરકારશ્રી ની હોય તે લેવા સુઓમોટો દાખલ કરીઅને સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર લેનારો તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરશો. આ અંગે કલેક્ટર શ્રી ધ્વારા જાહેર હીત મા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ કરી સુઓમોટો દાખલ કરવા વિનંતી છે અને હાલના આ જગ્યા પર થતુ બાંધકામ પર સ્ટે આપવા અરજ કરવામાં આવી છે.
સાથેજ આ ફરિયાદને માનનીય મુખ્યમંત્રીના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવા માટે અરજ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકાએ જેતે સમયે પોતાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન મેળવ્યા બાદ આ જમીન ઉપર પાલિકાના કર્મચારીઓ માટે ફ્લેટ તૈયાર થયા અને ત્યારબાદ આ જમીન બિલ્ડર હિમાંશુ વશી દ્વારા મ્યુનિ. કર્મચારીઓ પાસેથી ફ્લેટો ખરીદ્યા હતા.
સદર જમીન માં વરાડે હિસ્સાના દસ્તાવેજો બનાવી એકત્રીકરણ કરી 2012, 2015 અને 2018 માં વિવિધ વેચાણ દસ્તાવેજો બનાવીને વેચી મારવામાં આવી હતી.
હાલમાં આ જમીન ઉપર હેલ્થકેર પૂરી પાડતી સંસ્થાના ડિરેક્ટર ડો.કલ્પેશ જોષી ધારણકર્તાહોવાનો ઉલ્લેખ છે. છેલ્લા દસ્તાવેજ મુજબ વલસાડ સબ રજિસ્ટ્રાર ઓફિસ માં રૂ. 52 લાખની વેચાણ કિંમતે નોંધાયેલો છે.
આ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસેથી નીકળી ને પ્રાઇવેટ સંસ્થાઓ પાસે વાણિજયક હેતુ માટે પહોંચી ગઈ વગરે મુદ્દા ખુબજ ગંભીર છે અને આજની કિંમતે કરોડો ની બજાર કિંમત વાળી જમીન વેચી મારવાના પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવા જરૂરી છે અને આ સરકારી જમીન ખાલસા કરવા માંગ ઉઠી છે.