દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવે જે વલસાડ જિલ્લામાંથી પસાર થઇ રહ્યો છે.દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત કરવામાં આવ્યું હતું.
જમીનનું ખેડૂતોને યોગ્ય વળતર મળતા જમીન માલિકો માલામાલ થઇ ગયા છે ત્યારે વલસાડ તાલુકામાં બનેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં 54 વર્ષ અગાઉ ગુજરી ગયેલા ખેડૂત દાદા પણ પોતાની કપાતમાં ગયેલી જમીનનું લાખ્ખોનું વળતર લઈ અલોપ થઈ જતા આશ્ચર્ય ફેલાયું છે અને હવે સવાલ એ થાય કે આ બિન વારસી 54 વર્ષ પહેલાં ગુજરી ગયેલા ખેડુતના નામે કળા કોણ કરી ગયુ???
સીધી વાત છે કે આ વિસ્તારમાં સામાન્ય પતરાના છાપરામાં રહેતા ખેડૂતોએ બંગલા અને ગાડીઓ પણ વસાવી લીધી છે અને બે પૈસાવાળા બન્યા છે પણ કેટલીક જગ્યાએ ગેરરીતિ પણ થઈ છે.
કેટલાક ભેજાબાજોએ સરકારની તિજોરી લૂંટવાનું પણ કાર્ય કર્યું હોવાની ચોંકાવનારી વાત સામે આવી રહી છે.
અને જ્યારે ખેડૂતોને પૈસા મળતા હતા ત્યારે વલસાડ તાલુકાના બીનવાડા ગામના ખેડૂત કે જેઓ બિન વારસી ૨૩/૨/૧૯૬૮ના રોજ ગુજરી ગયા હોવાછતાં આ બિન વારસી ખેડૂતના નામે લાખ્ખો રૂપિયા લઈ લીધા હોવાની ચોંકાવનારા માહિતી સામે આવી છે.
સરકારી તિજોરીમાંથી ખોટી રીતે લાખ્ખો રૂપિયા ઉપાડનાર એક વિધવા મહિલા હોવાની વાત સામે આવી છે.
આ આખા કાંડમાં કોણ કોણ સામેલ છે તેનો સત્યડે પર્દાફાશ કરશે પણ આ મસમોટા કૌભાંડમાં તંત્ર વાહકોએ ચુકવણી વખતે કેમ ખરાઈ ન કરી તે વાત હવે મુખ્ય મુદ્દો છે અને આ પ્રકરણમાં સરકારી બાબુઓની પણ ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે ત્યારે સરકારના હક્કના વળતરના પૈસા કોણે કોણે ચાંઉ કર્યા તે જોવું રસપ્રદ થઈ પડશે.
કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એ કરોડરજ્જુ સમાન હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે સરકારના આ લોકહિતના પ્રોજેકટમાં સરકારી પૈસા હડપ કરવાનું પાપ કરનારાઓએ એક થઈ સરકારી તિજોરીમાંથી પૈસા હડપ કર્યા છે તેઓના નામજોગ પર્દાફાશ કરવામાં આવશે.(ક્રમશ:)