વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતાં જન જીવન પ્રભાવિત થઈ ગયું છે અને ધરમપુર રોડ ઉપર આંબલીનું તોતિંગ વૃક્ષ તૂટી જતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બ્લોક થઈ જતા તંત્ર કામે લાગ્યુ હતુ અહીં વાહનો ની લાંબી લાઈન થઈ ગઈ હતી અને એક કલાક સુધી ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો અટવાયા હતા.સ્થિતિ ને પૂર્વવત કરવા ચાલુ વરસાદમાં તંત્ર દ્વારા તૂટી પડેલા મહાકાય વૃક્ષ ને ત્યાંથી હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી હતી. રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરવા ઝાડને દૂર કરવા કામગીરી હાથ ધરી હતી.
આગાહી મુજબ વલસાડ જિલ્લા માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાનું ચાલુ છે. દમણમાં ભારે વરસાદ ને કારણે દાભેલ ચેક પોસ્ટ તથા મોટી દમણ, મગરવાડા ઘડિયાળ સર્કલ પાસેના વિસ્તારો સહિત અન્ય વિસ્તારો પાણી થી તરબોળ બન્યા છે.
