વલસાડ જિલ્લા માં કોરોના ની મહામારી યથાવત છે ત્યારે કોલેજ માં એડમિશન માટે મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉમટી પડતા સંક્રમણ ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ માટે ગુજરાતીના 2000 અને અંગ્રેજી મીડિયમના 2000 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. કોલેજમાં પ્રવેશ મેળવવા ભીડ થતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું ન હતુ.
વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં ચાલુ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે યુનિવર્સીટી દ્વારા ગુજરાતીમાં 2000 અને અંગ્રેજી મીડિયમના 2000 વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. કોલેજમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કોમર્સ કોલેજમાં ક્લાસ પણ વધારવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ગુજરાતીમાં 5 અને અંગ્રેજીમાં 2 ક્લાસ કરવામાં આવ્યા છે. સોમવારે વલસાડ કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફી ભરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં કોજેલમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં ફી ભરવા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાંબી લાઈનો લાગી હતી.
ગત વર્ષ સુધીમાં ગુજરાતી 4 અને અંગ્રેજીમાં 1 ક્લાસ કાર્યરત હતો. ચાલુ વર્ષે ગુજરાતીમાં 5 અને અંગ્રેજીમાં 2 ક્લાસ કરવામાં આવ્યા હોવાનું કોલેજ ના સૂત્રો એ જણાવ્યું હતું આમ કોલેજ માં કોરોના ની ગાઈડલાઈન નો અમલ થાય તે ઇચ્છનીય છે.
