વલસાડ માં કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે અને હવે તો ડોકટર અને પોલીસકર્મીઓ પણ સંક્રમણ નો ભોગ બની રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે વલસાડ કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વલસાડ તાલુકાના સેગવી ગામના વડ ફળિયાના રહીશ 42 વર્ષીય યુવાન અને વલસાડ પોલિસ હેડ ક્વોર્ટરના 57 વર્ષીય એએસઆઇનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો જાણવા મળી છે જોકે મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટિના રિપોર્ટ બાદ જાણી શકાશે પણ આ ઘટના ને લઈ પોલીસ બેડા માં શોકની લાગણી પ્રસરી ગઇ છે.દરમ્યાન મેડિકલ કોલેજમાં વધુ 1 ઇન્ટર્ન ડોકટર કોરોના સંક્રમિત થતા તબીબી આલમ માં પણ ચિંતા જન્મી છે. સાથેજ
વલસાડમાં 9, વાપી – પારડી 6, ઉમરગામ 1, ધરમપુર 1, કપરાડા 1 કેસ નોંધાતા કુલ કેસ 561 અને મૃત્યાંક 52 થયો છે અત્રે નોંધનીય છે કે 24 જુલાઇ થી કોરોના વધુ વકર્યો છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સરેરાશ બે મોત નો આંક યથાવત રહ્યો છે અને વધુ એક યુવક અને આધેડનું મોત સાથે વધુ 18 કેસ કેસ સામે આવ્યા છે.
