રાજ્યમાં હાલ ખંભાત, હિંમતનગર વગરે જગ્યાએ ફાટી નીકળેલા કોમી હુલ્લડો વચ્ચે તંગદીલીનો માહોલ હોય ખોટી અફવા ફેલાય નહિ અને શાંતિ ડહોળાય નહિ તે માટે સોશયલ મીડિયા ઉપર પોલીસ વોચ રાખી રહી છે,ત્યારે વલસાડ જિલ્લા પોલીસની ટેકનીકલ તથા સાયબર ક્રાઇમ ટીમ તેમજ વાપી પોલીસ આવા તત્વો ઉપર બાજ નજર રાખી રહી છે.
જો કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક મેસેજ કે કોમી એખલાસ ભર્યા વાતાવરણની શાંતિને ડહોળવાની પ્રવૃતિઓ થતી હોવાનું જણાય આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા અપીલ કરી છે. વાપી ટાઉન પોલીસને મદદરૂપ થવા મો.નં. 7984188023 ઉપર માહિતી વોટ્સએપ શેર કરવા અપીલ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવવા માટે જિલ્લા પોલીસે અપીલ કરતા જણાવ્યું છે કે, સોશ્યિલ મીડિયાના માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો શહેરમાં શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરી રહ્યા હોય એવા તત્વો સામે તાત્કાલિક કડક પગલા ભરવા પોલીસ સક્રિય બની છે અને નજર રાખી રહી છે.
શુક્રવાર, મે 16
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા