વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના સર્વે વિભાગોના અધિકારીઓ સાથે પ્રિ મોન્સૂન કામગીરી માટેની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે ચોમાસા દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ અને પૂર આવે તો રાહત અને બચાવની કામગીરી તેમજ આશ્રય અને ફૂડ પેકેટ- પીવાના પાણી તેમજ કોઇ આકસ્મિક પરિસ્થિતી માટે તેના આયોજન અને અમલીકરણ અંગે અત્યારથી તૈયારીઓ કરવા સૂચના આપવા સાથે પ્રિમોન્સૂન 2022નો કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા ચર્ચા વિચારણા થઈ હતી.
જેમાં કન્ટીજન્સી પ્લાનીંગ અંતર્ગત જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓને તેમનો પૂર વાવાઝોડાનો સુધારેલો એકશન પ્લાન તૈયાર કરવા જણાવાયુ હતું જેમાં વાહન નંબર, ટેલીફોન નંબર, અધિકારી, સ્ટાફના નામ, લેન્ડ લાઇન/મોબાઇલ નંબર, લાયઝન અધિકારીનું નામ, સરનામું, ટેલીફોન નંબર તેમજ કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીના હુકમની નકલ, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન(ટી. ડી. એમ. પી.), ગામોના ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન(વી. ડી. એમ. પી.), તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરી તેના ફરજ બજાવણીના હુકમો કરી તેની નકલ મેળવવા વગરે બાબતો અંગે જિલ્લા સમાહર્તાએ સૂચના આપી હતી.
આમ,વલસાડમાં પ્રિ મોન્સૂન કામગીરી અંગે વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.
