કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવ્રુતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા પ્રતિ વર્ષ યોજાતી યુવા ઉત્સવની સ્પર્ધાઓ ચાલુ વર્ષે પણ યોજવામાં આવનાર છે. આ વર્ષે “Youth As Job Creators” ની થીમ આધારીત ઓફ લાઈન સ્પર્ધા યોજવામાં આવશે.
આ સ્પર્ધામાં ૧૫ વર્ષ પૂરા કરેલાં અને ૨૯ વર્ષ સુધીના વિદ્યાર્થી તેમજ કોઈપણ યુવક – યુવતીઓ આ યુવા ઉત્સવમાં ભાગ લઈ શકશે. તાલુકા કક્ષાએ ૧૮ સ્પર્ધાઓ અને સીધી જિલ્લા કક્ષાએ ૧૫ સ્પર્ધાઓ ઓફલાઈન મોડમાં યોજાશે. વયજુથ મુજબ સ્પર્ધકે ભાગ લેવાનો રહેશે. વય મર્યાદા તા. ૩૧ -૧૨ -૨૦૨૩ સુધી ધ્યાને લેવી. અ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૦ વર્ષ સુધીના (તા.૩૧/૧૨/૨૦૦૩ થી તા.૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા), બ વિભાગમાં ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના (તા.૩૧/૧૨/૧૯૯૪ થી તા.૩૧/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા) અને ખુલ્લો વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના (તા. ૩૧/૧૨/૧૯૯૪ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા) સ્પર્ધકો ભાગ લઈ શકશે.
તાલુકા કક્ષાએ (અ) સાહિત્ય વિભાગમાં (1) વકતૃત્વ સ્પર્ધા (2) નિબંધ સ્પર્ધા (3) પાદપૂર્તિ (4) ગઝલ શાયરી લેખન (5) કાવ્ય લેખન (6) દોહા છંદ ચોપાઈ (7) લોકવાર્તા, (બ) કલા વિભાગમાં (1) ચિત્રકલા (2) સર્જનાત્મક, (ક) સાંસ્કૃતિક વિભાગમાં(1) લગ્ન ગીત (2) હળવું કંઠ્ય સંગીત (3)લોકવાદ્ય સંગીત (4) ભજન (5) સમુહગીત અને (6) એકપાત્રીય અભિનય સ્પર્ધાઓ ઓફલાઈન યોજાશે.
સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓમાં (૧) લોકનૃત્ય (૨) લોકગીત (૩) એકાંકી(હિન્દી/અંગ્રેજી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) (૫) કર્ણાટકી સંગીત (૬) સિતાર (૭) ફ્લુટ (વાંસળી) (૮) તબલા (૯) વિણા (૧૦)મૃદંગમ (૧૧)હાર્મોનિયમ- હળવું(૧૨)ગીટાર (૧૩) શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ (૧૪) શાસ્ત્રીય નૃત્ય મણિપુરી (૧૫) શાસ્ત્રીય નૃત્ય ઓડીસી (૧૬)શાસ્ત્રીય નૃત્ય કથક (૧૭) શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી (૧૮) શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા (હિન્દી/અંગ્રેજી)નો સમાવેશ થાય છે.
એક સ્પર્ધક વધુમાં વધુ ચાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. કોઈપણ એક જ તાલુકામાંથી સ્પર્ધકે ભાગ લેવાનો રહેશે. જે સ્પર્ધકો દ્વારા ફોર્મ ભરેલા હશે તેમને જ આ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે. સ્પર્ધાનું ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ.કચેરી, પહેલા માળે, હાલર રોડ, વલસાડને તા.૧૮/૦૭/૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધી મેળવી મોકલી આપવાના આવશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત કચેરીનો ફોન નં. ૦૨૬૩૨-૨૪૮૦૮૩ પર સંપર્ક કરવા જણાવાયુ છે.