વલસાડ જિલ્લા ના વાપી માં ફરી એકવાર કોરોના એ ઉથલો માર્યો છે અને છેલ્લા બે દિવસ માં 3 કોરોના પોઝીટીવ દર્દી ઉમેરાયા બાદ વધુ 2 દર્દીઓ કોરોના પોઝીટીવ આવતા હાલ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. વલસાડ જિલ્લા ની વાત કરવામાં આવે તો અગાઉ ડુંગરી, ધરમ પુર, દહેલી વગેરે થી મળી કુલ 11 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે જે પૈકી સાજા થઈ ગયેલા તમામ ને રજા આપી દેવામાં આવી છે અને હાલ નવા 5 દર્દી સારવાર હેઠળ છે. વાપી ના ગોદાલ નગર માં રહેતા મોહમ્મદ કેફ સીદીકી નો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગતરોજ તેની 12 વર્ષ ની બહેન નો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને આજ ઘરના એટલે કે મોહમ્મદ કેફ સિદ્દીકી ના 50 વર્ષ ના પિતા અને તેના 24 વર્ષીય પિતરાઈ ભાઈ નો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવતા એકજ ઘર ના કુલ ચાર પોઝીટીવ દર્દી નોંધાયા છે આ પરિવાર ની ટ્રાવેલ હિસ્ટ્રી ભીંવડી છે જેઓ 8 મે ના રોજ ભીંવડી ગયા હતા.
દરમ્યાન વાપીમાં કોરોના પોઝિટિવ 5 કેસો મળી આવતા વાપી શહેરના અલહુસેન બિલ્ડીંગ,ગોદાલનગરમાં કેસો મળતાં કલેકટર દ્વારા ગોદાલનગરને કલસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
વાપીના ગોદાલ નગર વિસ્તારમાં રહીશોને રાશન વિગેરે આવશ્યક ચીજ વસ્તુઓ હોમ ડિલિવરીથી પૂરી પાડવા પાલિકાના ચીફ ઓફિસરોને સૂચના અપાઇ છે.શહેરના વોર્ડ નં.4ના તમામ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી તેની હદ નક્કી કરીને અવરજવર અને આવશ્યક સેવાના પુરવઠા સંબંધિત અવરજવર માટે નિયંત્રણ રાખવા આદેશ કરાયો છે. બફર ઝોનમાં આવશ્યક સેવાની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે 8 થી 11 સુધી મુક્તિ અપાઇ છે. દ્વિચક્રિય વાહન પર 1,ત્રણ તથા ચાર ચક્રિય વાહનોમાં 2 થી વધુ વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહિ.આ હુકમની અમલવારી 29 મે 2020 સુધી રહેશે.
કોરોના એ વલસાડ જિલ્લા માં ફરીએક વાર એન્ટ્રી કરતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયુ છે.
