કોરોના ની સ્થિતિ માં લોકડાઉન હળવું થતાંજ હવે સરકારી કચેરીઓ માં ધમધમાટ શરૂ થઇ ગયો છે ત્યારે વલસાડ જિલ્લામાં ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગના 26 જૂનના ઠરાવના આધારે કલેકટરે 6 તાલુકામાં 34 નાયબ મામલતદારોની સાગમટે બદલીઓ કરી દેવામાં આવી છે.
સરકારના મહેસુલ વિભાગ દ્વારા થયેલા આદેશ મુજબ વહીવટી કારણોસર જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે પુરવઠા શાખા,ઇ-ધરા,ડિઝાસ્ટર શાખા,મધ્યાહન ભોજન યોજના,કલેકટર કચેરીના ચીટનીશ શાખા તથા મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સંવર્ગના 34 કર્મચારીઓની બદલીના હુકમ કર્યા છે.જેમાં વલસાડ કલેકટર કચેરી ચીટનીશ શાખા,પુરવઠા શાખામામલતદા કચેરી ઇ-ધરા સહિત વિભાગોમાંથી નાયબ મામલતદારો સંવર્ગના કર્મચારીઓને અલગ અલગ શાખામાં મૂકવા માટે ઓર્ડર કરાયા છે. વલસાડ જિલ્લાના 34 નાયબ મામલતદારોની એકસાથે થેયેલી બદલીથી વહીવટી શાખાઓમાં તેની કેટલીક અસર થઈ શકે તેમ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું જોકે, બદલીઓ વાળી મેટર સવાર થી જ ભારે ચર્ચામાં રહી હતી
