વલસાડ ના ધરમપુર માં એનઓસીની 7 ફાઇલ મંજૂરી માટે રૂ.1.40 લાખની લાંચ માંગણી કરનાર કારકુન એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો
દરમ્યાન વલસાડ જિ.ઉદ્યોગ કેન્દ્રના આ લાચિયા જૂનિયર કારકૂનની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. નામદાર કોર્ટે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી જજ એમ.આર.શાહે જામીન અરજી ફગાવી દીધી હતી. વિગતો મુજબ
વાપીના એક અરજદારે ધરમપુર તાલુકાના તુમ્બી ગામે જુદાજુદા સર્વે નંબરની જમીનમાં ક્વોરી શરૂ કરવા માટે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે સાત ફાઇલ રજૂ કરી એનઓસીની માગણી કરી હતી.દરમિયાન ઉદ્યોગ કેન્દ્રના જૂનિયર કારકૂન અશોક ચાવડાએ પ્રતિ ફાઇલ ના રૂ.20 હજાર થશે તેમ જણાવી કુલ રૂ.1.40 લાખની લાંચની રકમની માગણી કરી હતી.જે વાત સાંભળી અરજદાર ચોંકી ઉઠ્યા હતા અને સરકાર જે વ્યક્તિ ને પ્રજા ના કામ કરવા તગડો પગાર આપે છે છતાં જનતા પાસે પૈસા પડાવવા ની વાત વ્યાજબી નહિ લાગતા તેઓએ એક જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબીમાં આ અંગે વાત કરી ફરિયાદ નોંધાવી હતી.જે બાદ એસીબીએ 20 ઓગષ્ટ 2020ના રોજ જિ.ઉદ્યોગ કેન્દ્ર દમણગંગા ભવન નીચે છટકું ગોઠવતાં જૂ.કારકૂન રૂ.1.40 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.આ કેસમાં આરોપી અશોક ચાવડાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટ હેઠળના સ્પે.જજ એમ.આર.શાહે અરજી નામંજૂર કરતો હુકમ કરતા લાંચિયા તત્વો માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
