સરકાર દ્વારા ગરીબો ને મફત અનાજ ની યોજના માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આવું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હોવાની ફરિયાદો વચ્ચે પારડી પોલીસે 23.800 ટન સરકારી ઘઉંનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ ના પારડી ટાઉન સ્થિત દમણી ઝાંપા હાઇવે પરથી પોલીસે ઘઉં નો જથ્થો લઈ જતા કન્ટેનર ના ચાલક ને ઝડપી પાડી પારડી મામલતદાર ને સુપ્રત કર્યો હતો
ઝડપાયેલ કન્ટેનર મહારાષ્ટ્ર પાસિંગ નું સરકારી ઘઉંનો જથ્થો હોવાનું પ્રાથમિક તપાસ માં આવતા ભારે ચકચાર મચી છે.
