વલસાડ જીલ્લા માં એકજ દિવસ માં ચાર કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા તંત્ર માં ભારે ચિંતા પ્રસરી છે. સાથે જ જિલ્લા માં કોરોના ના 15 દર્દીઓ નોંધાયા છે જે પૈકી સાજા થઈ ગયેલાઓ ને રજા આપી દેવાયા બાદ હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યાંજ ધરમપુર ના રાજપુરી તલાટ , વણઝારા ફળીયા ખાતે રહેતા 30 વર્ષીય અરુણાબેન ઇલેશભાઈ પટેલ , 7 વર્ષીય તનીષા ઇલેશભાઈ અને 40 વર્ષીય ઈલેશભાઈ પટેલ નો રીપોર્ટ પોઝીટીવ આવતાછેલ્લા બે દિવસ માં કોરોના પોઝીટીવ ના દર્દીઓ નો કુલ આંક 8 ઉપર પહોંચ્યો છે, ધરમપુર ના આ પરિવાર ની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇ ની છે. આ અગાઉ સવારે વાપી ગોદાલ નગર ના 39 વર્ષીય મીરાજ અન્સારી સિદ્દીકી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી ભીંવડી ની છે જેથી આ બન્ને પરિવારો મહારાષ્ટ્ર થી કોરોના નો ચેપ લઈ ગુજરાત ના વાપી , ધરમપુર માં આવ્યા હોવાનું ખુલ્યું છે.
