વલસાડ શહેર અને જિલ્લા માં કોરોના ના કેસ વધતા જઇ રહ્યા છે,અને વધુ ચાર કેસ નોંધાતા વલસાડ માં કોરોના વકર્યો હોવાની હકીકત સપાટી ઉપર આવી રહી છે.
વલસાડ જિલ્લામાં વધુ નોંધાયેલા ચાર દર્દીઓ માં અતુલ કોલોની માંથી એક 28 વર્ષીય મહિલા અને 31 વર્ષીય પુરુસ તેમજ ઉમરગામ ના માણેકપુર માંથી 75 વર્ષીય વૃદ્ધ અને ઉમરગામ આદર્શ નગર માંથી 40 વર્ષીય મહિલા નો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. સાથેજ 2 દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં વાપી ની સતાધાર સોસાયટી માં રહેતો 18 અનુ જૈસવાલ અને નનાપોન્ધા (મુંબઇ) ના અફસર જહાંન અલી અહમદ શેખ 31 વર્ષીય મહિલા નો સમાવેશ થાય છે.
અત્યારસુધી લેવાયેલા 3632 સેમ્પલ પૈકી 3584 નેગેટિવ આવ્યા હતા 35 વલસાડ જિલ્લા ના અને 7 જિલ્લા બહાર ના પોઝીટીવ આવ્યા છે જ્યારે 6 સેમ્પલ ના રિપોર્ટ આવવાનો રિપોર્ટ હજી બાકી હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું છે.
