વલસાડ-વાપી માં છેલ્લા એક સપ્તાહથી એકલ દોકલ કેસ આવી રહ્યા હતા પણ હવે અચાનક જ કોરોના એ જાણે માથુ ઉચકયું છે અને આજે તા. 9 માર્ચે મંગળવારે એક સાથે 4 કેસનો વિસ્ફોટ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે.અનલોક થયા બાદ જાહેર સ્થળો ખુલી જતાં અને શનિ રવિવારની રજામાં સહેલાણીઓનો ભરપૂર ધસારાને લઇ વલસાડ માં ફરી કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળે છે.
વલસાડ માં કોરોના કેસ ઘટી ગયા બાદ લોકોએ સાવધાની રાખવાની છોડી દીધી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા વિના જ લોકો જાહેર સ્થળો ઉપર ફરી રહ્યા હતા. આ સંજોગમાં આજે તા.9 ને મંગળવારે એક સાથે કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે ઉપરાંત એક ટ્યૂશન કલાસ માં પણ અતુલ ની એક શાળા ના બે વિદ્યાર્થીઓ ને કોરોના સંક્રમણ લાગતા તંત્ર દોડતું થઈ ગયું છે.
વિગતો મુજબ વલસાડ માં નોંધાયેલા કેસો માં અટગામ ચાર રસ્તા ઉપર એક 50 વર્ષીય પુરૂષ અને વલસાડ ના ઓમકાર એપાર્ટમેન્ટ માં એક 48 વર્ષીય પુરુષ તેમજ કાંજણ રણછોડ માં એક 50 વર્ષીય પુરુષ તથા વાપી માં અંબા માતાજી ના મંદિર નજીક રહેતા એક 80 વર્ષીય પુરુષ નો કોરોના પોઝીટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું છે.
