વલસાડ જિલ્લા માં કોરોના પોઝીટિવ દર્દીઓ ના મોત ના આંકડાઓ માં મોટું અંતર જોવા મળી રહ્યું છે, જિલ્લા માં આવેલ પારડી હાઇવે પર સ્થિત સ્મશાન ગૃહમાં ગત તા.10થી 16 એપ્રિલ દરમ્યાન જ માત્ર 6 દિવસમાં જ 56 કોરોના પોઝિટિવ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હોવાની વિગતો મીડિયા રિપોર્ટ્સ માં બહાર આવી છે, શ્રી પારડી સ્મશાન ગૃહ માં ગત ઓગષ્ટથી 31 માર્ચ સુધીમાં 62 કોવિડ કોરોના પોઝિટિવ અગ્નિદાહ આપ્યો હતો. જયારે 1થી 16 એપ્રિલ વચ્ચે 71 કોરોના પોઝિટિવને અગ્નિદાહ અપાયો હોવાનું બહાર આવતા અન્ય સ્મશાનો માં આવેલા કોવિડ મૃતદેહ ની જો સંખ્યા ઉમેરાય તો આંકડો કેટલો મોટો હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. છેલ્લા 6 દિવસના એકજ સ્મશાન ના આ આંકડા પરથી ખબર પડશે કે કોરોનામાં મોતનું પ્રમાણ કેટલું છે. 10થી 16 એપ્રિલના છ દિવસમાં 54 કોરોના પોઝિટિવ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. સિવિલ અને પારડી તાલુકાના મૃતકોને અહિ અગ્નિસંસ્કાર કરાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વલસાડ જિલ્લા માં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર માંથી મોટી સંખ્યા માં લોકો પરત આવી રહ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારો સુધી કોરોના નું સંક્રમણ વ્યાપક બન્યું હોવાની વાતો પણ સામે આવી રહી છે.
