વલસાડ જિલ્લામાં કોરોના નો બૉમ્બ ફાટતાં અને સિવિલ માં લાશો ના ઢગલા થઈ જતા તેમજ સ્મશાનો માં આવી રહેલા મૃતદેહ ની સંખ્યા ને પગલે નાનકડા આ જિલ્લા માં કોરોના ની તબાહી ના દ્રશ્યો સામે આવતા આખરે તંત્ર એ તેની ગંભીર નોંધ લઈ તાત્કાલિક બેઠક બોલાવી આગામી 20 એપ્રિલ થી દસ દિવસ માટે વલસાડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો છે.
છેલ્લા ઘણાજ સમય થી વલસાડ માં સાચા મૃત્યુઆંક છુપાવવામાં આવતા હતા અને બેડ નહિ મળતા હોવાની બૂમ ઉઠી હતી,ઓક્સિજન, ઇન્જેક્શન વગેરે નહિ મળતા આખરે સત્યડે અમદાવાદ અને વલસાડ સત્યડે ના પત્રકારો એ વલસાડ સિવિલ માં જીવની બાજી લગાવી પ્રવેશ કર્યો હતો જેમાં મુખ્ય એન્કર સ્ટેફી કનોડિયા , ચીફ રિપોર્ટર આગમ શાહ, રિપોર્ટર હેરત સિંહ રાઠોડ, ફૈજલ શેખ ,રીટા પટેલ સહિત ના સત્યડે ના પ્રતિનિધિઓ એ વાસ્તવિકતા બહાર લાવી પોતેજ સ્ટ્રેચર ઉપર દર્દી ને લઈ જેવા કામો કરી દર્દીઓ ની સાચી હકીકત, સગાઓ અને ડેડ બોડી લેવા આવનાર લોકો ની મનોવ્યથા અને સાચો સંખ્યા નો આંકડો બહાર લાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને સિવિલ ના સુપરીટેન્ડ પણ દોડી આવ્યા હતા એ બધા વચ્ચે એક પેશન્ટ ને તરત જ બેડ ઉપર લેવાની પણ ફરજ પડી હતી આમ સતત ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ ને લઈ સાચી હકીકત બહાર આવતા લોકો એ લાઈવ દ્રશ્યો જોતા કોરોના ની સાચી હકીકત બહાર આવતા ભારે ચકચાર મચી હતી. દરમ્યાન આજરોજ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે વલસાડ કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક માં જિલ્લાના તમામ ધારાસભ્યો અને વેપારીઓ તેમજ અગ્રણીઓ તથા મેડિકલ અને આરોગ્ય વિભાગ ના સબંધીઓ હાજર રહી ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુ મતે વલસાડ જિલ્લા માં સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને વહીવટી તંત્રએ આવકાર્યો છે. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓ માટે છૂટ અપાઈ છે. વહીવટી તંત્રએ આદેશ કર્યા બાદ 10 દિવસ માટે પોલીસ વિભાગ સાથે પણ બેઠક કરી કોવિડ ગાઈડલાઈનનો સમ્પૂર્ણ પણે અમલ કરવા અંગે ચર્ચા વિચારણા થઈ હતી. આમ સત્યડે એ પોતાની મીડિયા ની ભૂમિકા ભજવી હતી અને લોકો ને કોરોના ની સરકારી ગાઇડલાઈન પાળવા અપીલ કરી હતી.
