વલસાડ જિલ્લામાં અત્યાર સુધી માં કુલ 9 લોકો ને પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અગાઉ ના દર્દીઓ સારવાર બાદ સાજા થતા તેઓ ને રજા અપાઈ ચુકી છે અને વલસાડ ગ્રીનઝોન તરફ આગળ વધતો હતો પરંતુ ગતરોજ 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ તે પૈકી વાપી ના ગોદાલ નગર ના રહીશ મોહમ્મદ કેફ સિદ્દીકિ ને પણ કોરોના પોઝીટીવ હોય તેની 12 વર્ષ ની બહેન ને પણ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે જેથી મોહમ્મદ કેફ ના સંપર્ક માં આવેલ 123 ને કોરેન્ટાઈન કરાયા હતા જ્યારે ઉમરસાડી ના યુવક તેજસ નાયક ના સમ્પર્ક માં આવેલ 90 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું આમ વલસાડ જિલ્લા માં ફરી એકવાર કોરોના એ પગ પેસારો કરતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને તકેદારી ના પગલાં ભરવાનું ચાલુ કર્યું છે.
