વલસાડ જીલ્લા માં કોરોના નો આતંક વધતો જઇ રહ્યો છે અને સતત ત્રીજા દિવસે પણ વધુ બે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ સાથે જ જિલ્લા માં કોરોના ના કુલ 17 દર્દીઓ નોંધાયા છે જે પૈકી સાજા થઈ ગયેલાઓ ને રજા આપી દેવાયા બાદ હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે દિવસે આગળ વધી રહેલા કોરોના ના કહેર ને લઈ વાપી હવે રેડ ઝોન બનવા તરફ ઝડપ થી ગતિ કરી રહ્યો છે મુખ્યત્વે આ વિસ્તાર ઇન્ડરસ્ટ્રીયલ હોવાથી માંડ કરીને હજુતો કારખાના ચાલુ થયા છે ત્યારે વધતા જતા કોરોના દર્દીઓ ને લઈ ફરીએક વાર આ વિસ્તાર માં લોકડાઉન ની સ્થિતિ આવે તેવા ભણકારા વાગી રહ્યા છે. વલસાડ જિલ્લા ના વાપી ના ચલા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય રવિ ગોરખ જૈસવાલ, ચલા ના 18 વર્ષીય અનુભાઈ સંતોષ ભાઈ જૈસવાલ નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વાપી વિસ્તારમાં માં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે. આજે કોરોના પોઝીટીવ આવેલા બન્ને દર્દીઓ શાકભાજી ના વેપારી હોવાનું બહાર આવતા તેઓ અસંખ્ય લોકો ના સંપર્ક માં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
