વલસાડ જિલ્લા વહીવટી તંત્ર મ્યુકરમાયકોસિસ રોગ સામે એલર્ટ થઈ ગયું છે ગાંધીનગર થી સૂચના અપાતા તંત્ર દોડતું થયુ હોવાના અહેવાલ છે.કોરોના સંક્રમિત દર્દીઓમાં આ રોગની સંભાવના હોઈ વલસાડ નું આરોગ્ય વિભાગ દ્વારા આ રોગ મામલે ગંભીર બન્યું છે અને જરૂરી પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
કોરોના ની હાડમારી વચ્ચે હવે મ્યુકરમાયકોસિસ નામના ચેપી રોગે ગુજરાત માં દેખા દેતા આરોગ્ય વિભાગ માં દોડધામ વધી ગઇ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નરે જિલ્લા આરોગ્ય વિભાગને આ રોગની વિગતો ચકાસી લેવા અને સાવધાની અંગે આદેશ કરતા તંત્ર સતર્ક બન્યું છે.રાજ્ય માં દેખાયેલા
મ્યુકરમાયકોસિસ નામનો વિચિત્ર રોગ ફુગથી થતો હોવાનું આરોગ્ય વિભાગ,ગાંધીનગર દ્વારા સીડીએચઓને રવાના કરેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે. જે બાબત ને ધ્યાને લઇ સરકારે રાજ્ય માં જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓને મ્યુકરમાયકોસિસ રોગની માર્ગદર્શિકા તથા તમામ વિગતોનો અભ્યાસ કરી લેવા તાકીદ કરી છે.રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નરે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી,તજજ્ઞો અને પ્રાથમિક,સામૂહિક પ્રા.આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો આ રોગ અંગે મહત્તમ જાણકારી મળે તે માટે માર્ગદર્શિકા મોકલી છે અને તેની સામે સાવધ રહેવા જણાવ્યું છે.
મ્યુકરમાયકોસિસ રોગ ફુગજન્ય છે.ફુગથી આ રોગ થાય છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય અને અન્ય બિમારી હોય તેમને આ ચેપની સંભાવના હોય છે.કોરોના ની સ્થિતિ માં મ્યુકરમાયકોસિસ રોગ ના કેસ સામે આવ્યા છે જેને આગળ પ્રસરતા રોકવા તંત્ર સાબધું બન્યું છે.
