કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ દેશભરમાં શરૂ કરાયેલા સામુદાયિક શૌચાલય અભિયાનમાં વલસાડ જિલ્લાને રાષ્ટ્રિય કક્ષા એ ત્રીજો રેન્ક અને તાલુકા સ્તર ની વાત કરવામાં આવે તો કપરાડા તાલુકાને દ્વિતિય રેન્ક મળતાં રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાનું નામ ઝળકી ઉઠ્યું છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ઉપક્રમે વલસાડ કલેકટર,ડીડીઓ અને ડીઆરડીએ તેમજ નિયામકના સીધા માર્ગદર્શન હેઠળ ગત તા .1 નવેમ્બર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન રાષ્ટ્રિય સ્તરે યોજાયેલા અભિયાનમાં ભાગ લીધો હતો.જેમાં વ્યક્તિગત તથા સામુદાયિક શૌચાલયના નિયમિત ઉપયોગ,સ્વચ્છતા અને સૌ માટે તે માટેની સુવિધા કરવા ગ્રામ પંચાયતો સાથે અભિયાન શરૂ કરાયું હતું.જેમાં ડીઆરડીએએ 504 ગામો પૈકી 347 ગામમાં સામુદાયિક શૌચાલયોનું બાંધકામ અને વપરાશ તથા 312 શૌચાયલયોનું બ્યુટિફિકેશન કરાયું હતું.જયારે તાલુકા લેવલે149 ગામમાં શૌચાલય બાંધકામ અને તે તમામનો વપરાશ,133 શૌચાલયોનું બ્યુટિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો અહેવાલ ડીઆરડીએએ કેન્દ્ર સરકારને મોકલતા વલસાડ જિલ્લાને રાષ્ટ્રિય સ્તરે ત્રીજો રેન્ક અને તાલુકા સ્તરે કપરાડા તાલુકાની કામગીરીને જોતા દ્વિતિય રેન્ક મળતા વલસાડ જિલ્લાને રાષ્ટ્રિય સ્તરે અનેરી સિધ્ધિ પ્રાપ્ત થઇ છે જોકે તેમાં લોક ભાગીદારી પણ મહત્વની રહી હતી અને સૌના સહિયારા પ્રયાસો રંગ લાવ્યા હતા.
