વલસાડ જિલ્લામાં હવે કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે,જ્યારે ગુજરાત ના મેટ્રો સિટી કોરોના ના ભરડા માં હતા ત્યારે વલસાડ માં એકપણ કેસ ન હતો પરંતુ ત્યારબાદ ની સ્થિતિ અને લોકડાઉન ખુલ્યા બાદ ની સ્થિતિ વચ્ચે બહાર નું સંક્રમણ વધતા નાનકડા એવા આ વિસ્તારમાં હવે ખુબજ ઝડપથી ફેલાઈ રહેલો કોરોના એક ગંભીર બાબત બની ગઈ છે.અહીં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં અહીં કોરોના પોઝિટિવ દર્દીઓ નો આંકડો 430 પર પહોંચી ગયો છે અને જિલ્લામાં કુલ મોતનો આંકડો અત્યાર સુધી 28 થઈ જતા સ્થિતિ ગંભીર બની છે. અહીં છેલ્લા 10 દિવસ થી સરેરાશ 2 દર્દીઓ ના મોત થઈ રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે,કોરોના સંક્રમણ ને ઘટાડવા માટે જિલ્લા નું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે કામગીરી કરી રહ્યું છે અને ધનવંતરી રથ,સરવેલન્સ,આયુર્વેદિક ઉકાળા,હોમિયોપેથી દવાનું વિતરણ કરી રહ્યુ છે,પરંતું કોરોના દર્દીઓની સંખ્યા માં ફર્ક પડતો નથી. બે માસમાં કુલ 430 કોરોનાના કેસો નોંધાયા છે.જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓ માટે કોવિડ-19 હોસ્પિટલોમાં 300 બેડની વ્યવસ્થા કરી છે પણ જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા લોકો એ પણ પોતેજ જાગૃતિ કેળવી નિયમો પાળે તે જરૂરી બન્યું છે અને તોજ કોરોના ને હરાવી શકાય તેમ છે.
