વલસાડ તિથલ દરિયા કિનારે વિશાળ માછલીનું કંકાલ દેખાતા લોકો જોવા ઉમટ્યા હતા આ અંગે સબંધિત વિભાગને જાણ કરવામાં આવતા તપાસ બાદ આ કઈ માછલી નું હાડ પિંજર છે તે ખબર પડી શકશે.
વલસાડના તિથલ દરિયા કિનારે મોટી માછલીનું વિશાળ કંકાલ મળી આવતા આસપાસના લોકો અને દરિયા કિનારે ફરવા આવેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને આ કંકાલ કેવા સંજોગોમાં અહીં આવ્યું તે મુદ્દે ચર્ચા કરતા નજરે પડ્યા હતા.
જોકે,આ અંગે સબંધિત વિભાગ અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી.
ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને અરબી સમુદ્રના તટ પર આવેલ તિથલ બીચ કિનારો તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે.
તિથલનો દરિયા કિનારો દક્ષિણ ગુજરાતનો લોકપ્રિય પ્રવાશન સ્થળ છે. તિથલ દરિયા કિનારો તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે ક્યારેક દરિયામાંથી મોટી માછલીઓ કિનારે આવી જતી હોય છે તેવા સમયે આ કઈ માછલી નું હાડ પિંજર છે તે તપાસ બાદ ખબર પડશે.
જોકે,વલસાડમાં આ વાત પ્રસરતા મોટી સંખ્યામાં લોકો આ હાડપિંજર જોવા ઉમટી પડ્યા હતા