રાજ્ય માં કોરોના નું સંક્રમણ વધતા અન્ય સ્થળો ની જેમ વલસાડ નો તિથલ બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરાતા અહીં રોજગારી કમાતા વેપારીઓ અને ફેરિયાઓ ની રોજીરોટી નો સવાલ ઉભો થયો હતો પરંતુ હવે કોરોના ની સ્થિતિ હળવી બનતા અન્ય પ્રવાસન સ્થળો ખુલ્લા થતા વલસાડ બીચ પણ ખુલ્લો મુકવા અંગે રજૂઆતો કરાતા આખરે જિલ્લા કલેકટરે વલસાડના સ્થાનિક રહીશો માટે જોગિંગ,વોકિંગ અને મંદિરોના દર્શનાર્થે જવા છૂટ સાથે ધારાસભ્ય સાથે બેઠક યોજી દૂકાનદારો, કેબિનધારકોએ બીચ ચાલૂ કરવામાં આવે તો કોવિડ-19ના નિયમો ના સ્વૈચ્છિક પાલન કરવાની ખાત્રી આપતાં કલેકટરે તિથલ બીચ ખુલ્લો કરવા પરમિશન આપતા હવે તમામ સહેલાણીઓ બીચ ઉપર આનંદ માણી શકશે.
