ઉત્તર પ્રદેશ ના હાથરસ માં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા તેમજ ગુજરાત માં પણ ઉપરા ઉપરી બનેલી બળાત્કાર ની ઘટનાઓ વચ્ચે વલસાડ નજીક આવેલા ખેરગામ માં 12 વર્ષ ની બાળા ઉપર બળાત્કાર ની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઇ છે.
ઇજાગ્રસ્ત બાળા ને વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે.
સત્યડે ના પત્રકારો ની ટીમ વલસાડ સિવિલ માં ધસી ગઈ હતી જ્યાં તપાસ કરતા ભોગ બનનાર બાળા અને તેના પિતા ત્યાં હાજર હતા , બાળા સારવાર હેઠળ હતી.
આ અંગે જ્યારે બાળા ના પિતા સાથે વાત કરી ત્યારે તેઓ એ નામ જોગ ત્રણ ઈસમો એ પોતાની માસૂમ પુત્રી ઉપર જબરજસ્તી કરી હોવાની વાત કરી હતી, જોકે પ્રથમ બાળા ને કસ્તુરબા માં લઇ ગયા હતા પણ રેપ નો મામલો હોય સિવિલ માં જવાનું કહેતા ભોગ બનનાર બાળા ને વલસાડ સિવિલ માં લાવવામાં આવી હોવાનું ભોગ બનનાર ના પિતા એ સત્યડે ને જણાવ્યું હતું.
આ અંગે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
દુષ્કર્મ નો ભોગ બનનાર બાળા નો પરિવાર અત્યન્ત ગરીબ છે અને તેઓ ને ધમકીઓ મળી રહી હોવાનું પણ તેઓ એ જણાવ્યું હતું તેમછતાં પોતાની પુત્રી ની જિંદગી બરબાદ કરનારા તત્વો ની ધમકી થી ડર્યા વગર ફરિયાદ નોંધાવવા પરિવાર આગળ આવ્યો છે કારણ કે આવા હેવાનો કાલે ઉઠીને બીજા ની જિંદગી પણ બરબાદ કરી શકે તેથી આ પરિવાર ન્યાય ની માંગ સાથે હાલ તો હોસ્પિટલમાં છે.
આ બનાવ ને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.
