વાપીના સલવાવ ખાતે એક કોમ્પ્લેક્ષમાં ગેરકાયદે ચાલતા બાયોડીઝલ સ્ટેશન નો એલસીબી પર્દાફાશ કરી એક આરોપી ને ઝડપી લીધો હતો. જ્યારે રૂ.8.44 લાખનો મુદ્દામાલ કબજે લઇ માલિક સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. એલસીબીની ટીમેં બાતમીના આધારે સલવાવ બાપાસીતારામ ગેટ પાસે હાઇવે ઉપર આવેલ કિસ્મત ઓટો ઇલેક્ટ્રીક શોપીંગના પાછળ શોપીંગ સેન્ટરની બે દુકાનમાં ગેરકાયદે ચાલતા બાયોડીઝલનું સ્ટેશન ઉપર છાપો માર્યો હતો
જેમાં ફીલીંગ મશીન તથા નોઝલ સાથેની કિં.રૂ.10,000 તથા ઇલેક્ટ્રીક મોટર પમ્પ કિં.રૂ.10,000 તથા ત્રણ પ્લાસ્ટીકની 5000 લીટરની કેપેસીટીવાળી ટાંકીમાં 4000 લીટર પ્રમાણે કુલ 12000 લીટર જ્વલનશીલ બાયોડીઝલ કિં.રૂ.8,16,000 સાથે આરોપી અક્ષય લાભુભાઇ મકવાણા રહે.સલવાવ મુળ ભાવનગર ની ધરપકડ કરી બે મોબાઇલ પણ કબજે કરાયા હતા.
જ્યારે દુકાન માલિક મનિષ કાનજી માણીયા રહે.સુરત કતારગામ, મયુર શાહ સહિત જ્વલનશીલ પ્રવાહી પુરો પાડનાર ટેન્કર ચાલક વોન્ટેડ જાહેર કરાયો હતો.