વલસાડ તા. ૧ ઓગસ્ટ
રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરાય છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ થી ૭ ઓગષ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે.
જેમાં આજ રોજ તા. ૦૧/૦૮/૨૦૨૩ ના રોજ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૯ કલાકે નારી વંદન રેલીને કલેકટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેમાં કુલ ૨૧૪ સહભાગી જોડાયા હતા. આ સિવાય વલસાડ એસ.ટી ડેપો ખાતે નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૨૨ સહભાગી હાજર રહ્યા હતા તથા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતતા સેમિનાર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કપરાડા ખાતે યોજાયો હતો. જેમાં કુલ ૧૪૫ સહભાગી હાજર રહ્યા હતા.
-૦૦૦-