વલસાડજિલ્લા ના અંતરિયાળ ગામો માં રૂ.2.29 કરોડ નો ગેરકાયદે ગુટખા નો જથ્થો મળી આવ્યો છે આ મામલા માં ચાર ઈસમો ની ધરપકડ કરવામાં આવી છે.
વલસાડ ના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા માં દિક્ષલ અને કાકડ કોપડ ગામ માં પોલીસે રેડ કરી બિલ વગરનો 2.29 કરોડનો તમાકુ અને પાન મસલાના જથ્થા કબ્જે કરી 4 ઇસમો ની ધરપકડ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગેરકાયદેર પાન મસલા અને તમાકુનો જથ્થો હોવાની બાતમી વલસાડ પોલોસના ASPને મળતા પોલીસે દિક્ષલ ખાતે એક ઘરમાં રેડ કરતા ઘરમાંથી રૂ. 97,760 પાઉચ પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉન સંચાલક પાસેથી બિલ મળી ન આવતા 1.13 કરોડનો પાન મસાલા અને તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જ્યારે કાકડ કોપડ ગામમાં ખોરી ફળિયામાં આવેલી વેલો પ્લાસ્ટ કંપની સામે આવેલા કાનાજી ટ્રેડર્સના ગોડાઉનમાં ચેક કરતા 2 ટ્રક ન. HR-55-AJ-4769 અને MH-55-AJ-9612 અને 335 બોરી તમાકુ અને પાન મસાલાનો જથ્થો બિલ વગર મળી આવ્યો હતો. નાનાપોઢા પોલીસે મથકે 3 યુવકોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.