વલસાડ જિલ્લા માં ભારે વરસાદી મહોલ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને પગલે નદીઓ માં પુર ની સ્થિતિ છે ત્યારે વલસાડ ના કપરાડા તાલુકા ના ચીચપાડા ગામ સ્થિત પાર નદી પટ વિસ્તારમાં ગાય ચારવા માટે ગયેલા 5 યુવાનો નદીના ધસમસતા પાણી માં તણાયા હતા જોકે, આ પૈકી ચાર ને બચાવી લેવામાં આવ્યા હતા જયારે એક યુવાન ડૂબી જતાં તેનું મોત થયું હતું અને તપાસ દરમ્યાન ડૂબી જનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના ને પગલે અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
