વલસાડ ના કપરાડા બેઠક ઉપર ત્રિ પાંખીયો જંગ ખેલાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે અને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મતદારો વહેંચાઈ જશે અને અપક્ષ ઉમેદવારે તો સ્પષ્ટ પણ કરી દીધું છે કે તેઓ જીતુભાઇ ચૌધરી સામે જંગ માં છે જો ભાજપ તેમને ટિકિટ નહિ આપે તો પોતે ફોર્મ પાછું ખેંચી લેશે આમ અહીં માહોલ ભારે ગરમ છે.
ભાજપ જેઓ ને ટિકિટ આપવાનું નક્કી છે તેવા જીતુભાઈ ચૌધરી સતત 4 ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ચૂંટાતા આવે છે અને તેઓ વલસાડ જિલ્લામાં કોંગ્રેસના દિગ્ગજ અગ્રણી હતા. પરંતુ તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતુ ચૌધરીનું નામ લગભગ નક્કી જ છે. માત્ર હવે જાહેરાતની ઓપચારિક જ બાકી છે. બીજી તરફ વીતેલી ઘટનાઓ માં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ટિકિટ માટેના પ્રબળ દાવેદાર એવા બાબુ વરઠા ભાજપ છોડી કોંગ્રેસમાં જતા હવે બંને પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા જ ભંગાણ સર્જાઈ ચૂક્યું છે. ત્યારે આગામી સમયમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જંગ પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે તે નક્કી છે.
કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે કપરાડાના મોટાપોંઢા ખાતે પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. મોટાપોંઢા જિલ્લા પંચાયતના આવતાં ગામો કાકડકોપર, મોટાપોંઢા, ઓઝર, સુખાલા, અંભેટી, વાજવડ, અરનાલા, મોટાપોંઢા ઝંડાચોક સહિતના 8 ગામોના 250 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા તેજ રીતે કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલાં જ આવેલા બદલાવો માં કપરાડા તાલુકાના ભાજપના દિગ્ગજ આગેવાન બાબુભાઇ વરઠાં ભાજપને છોડી કોંગ્રેસ માં જોડાઈ ગયા છે, બાબુ વરઠા કપરાડામાં યોજાયેલા કોંગ્રેસના એક જાહેર કાર્યક્રમમાં ભાજપ છોડી કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને વલસાડ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બાબુભાઈ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. આમ બન્ને પક્ષો માં આવન-જાવન ના માહોલ વચ્ચે પાછા અપક્ષ ઉમેદવાર પ્રકાશ પટેલ આવતા ત્રી પાંખીયા જંગ ના મંડાણ થશે.
